બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ મેળવવા અરજી કરી શકાશે

Views: 50
0 0

Read Time:3 Minute, 42 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર
          તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાનાં બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવાકે અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવાકે આંબા,લીંબુ,જામફળ,દાડમ,સીતાફળ, વગેરેમાં સહાય, શાકભાજી/ફળ પાકોના હાઇબ્રીડ બિયારણ ખરીદવા સહાય, ફૂલ પાકો (છૂટા,કંદ,દાંડી ફૂલ) તથા ઔષધિય પાકો તથા સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, સરગવા પાકના વાવેતર માટે સહાય, ટીસ્યુંકલ્ચર ખારેક,કેળ, અને પપૈયાની ખેતીમાં સહાય, વેલવાળા શાકભાજી પાકો માટે અર્ધપાકા,પાકા અને કાચા મડંપ માટે સહાય, કમલમ ફળ વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય, કાપણી પછીના વ્યવસ્થાપન માટે ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાટા, પકેીંગ મટીરીયલ્સ, શોટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) માટે સહાય, કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમમાં સહાય, લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય (ક્ષમતા ૨૫ મે.ટન), પેકહાઉસ (૯x૬મી.),સંકલિત પેકહાઉસ (૯x૧૮મી.) અને ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે સહાય, બાગાયતી પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અતર્ગત પકેીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી ખેતીમાં યાંત્રિકીકરણ માટે સહાય (ટ્રેકટર (૨૦ BHP સુધી),પાવર ટીલર, સ્વયં સંચાલિત મશીનરી, ટ્રેકટર માઉંન્ટેડ સ્પ્રેયર,પાવર નેપસેક સ્પ્રયેર વગેરે.), રક્ષિત ખેતીમાં સહાય (પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ),પ્લાસ્ટીક ટનલ્સ, નેટ હાઉસ, પોલીહાઉસ), મધમાખી હાઇવ, મધમાખી સમુહ અને બી બ્રીડર દ્વારા મધમાખી સમુહ ઉત્પાદન માટે સહાય, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે પ્લગ નર્સરી તથા નર્સરીની માળખાગત સુવિધા સુધારવા વગેરેની સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફત તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

બ્યુરો ચીફ ડો. હકીમ ઝવેરી ભાવનગર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *