0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરમાં સિટી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દેસાઈનગરના રહેવાસી ત્રિલોક્ષી ત્રિલોકસિંહ ચુડાસમાના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ત્રિલોકસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ દેસાઈનગરમાં રહે છે અને શૂન્ય આવકનો દાખલો તેમજ અપરિણીત હોવાનું પ્રમાણપત્ર તેઓને આપવામાં આવ્યું હતું. આમ, તેમના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ થકી તેઓના પ્રશ્નનું ખૂબ જ ઝડપી નિરાકરણ આવતા તેઓએ સ્વાગત કાર્યક્રમ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો