પાલીતાણા શહેરમાં અખાત્રીજ મેળાને અનુલક્ષીને પ્લાસ્ટીકની કોથળીઓ તથા ગુટકાનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

Views: 73
0 0

Read Time:1 Minute, 59 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

          પાલીતાણા શહેરમાં આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉંચ, બોટલો, તમાકુ, પાન મસાલા ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય તેનું નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્વયે સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ અખાત્રીજનો જૈન સમાજના મેળા ગીરીરાજ ડુંગર ઉપરના વિસ્તારમાં તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ દિન-ર દરમ્યાન કોઈએ કચરો નાંખવો નહી, પાણીનાં પાઉચ, દુધના પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાંખવી નહીં તેમજ બીડી સીગારેટ પાન મસાલા ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *