અખાત્રીજ મેળાને અનુલક્ષીને પાલીતાણા ટાઉનનાં રસ્તાઓને એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

Views: 76
0 0

Read Time:2 Minute, 56 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

            પાલીતાણા શહેરમાં આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં રસ્તાઓને તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરેલ છે.

જેમાં ભાવનગર થી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા ભારે વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાય પાસ રોડ થઈ સરદારનગર ચોકડી થઈ ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા પાલીતાણા હાઈસ્કુલ પાકીંગ મેદાન સુધી, પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઇ સાદડીભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા વણકરવાસ, લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ, ઓવરબ્રીજ ઉપરથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોકી થઈને બહાર જવાનું રહેશે. પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પાછું આવી શકશે નહીં કે પાર્ક કરી શકશે નહીં. આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગનાં, મહેસુલ વિભાગનાં તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકાએ મુકેલા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃધ્ધ, અશક્ત, યાત્રીકોને લાવવા-લઈ જવા માટે વાહનોનાં ઉપયોગની પરવાનગી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણા આપી શકશે. જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાનાં ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારી અધિકૃત રહેશે. આ જાહેરનામાનો ભંગ અગર ઉલ્લંધન કરનાર રસદરહુ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *