ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, રાજકોટ રીજીયન દ્વારા અંબિકા ટાઉનશીપમાં આવેલ “હરિદ્વાર હેબિટેટ”ની બાંધકામ સાઇટ ખાતે સેફ્ટી એન્ડ હેલ્થ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં સલામતી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઇઓની સમજ આપવામાં આવી હતી અને બાંધકામ સ્થળે સુરક્ષિત રીતે કામગીરી કરવા સંબધિત કાર્યપ્રણાલીની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજર વિપુલભાઈ જાની દ્વારા બાંધકામ શ્રમયોગીઓને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. તેમજ ધનવંતરી રથ દ્વારા બાંધકામ શ્રમયોગીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ તકે બાંધકામ નિરીક્ષક જી.એ.મકવાણા તથા બાંધકામ સાઈટના બિલ્ડર કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા, તેમ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

