0
0
Read Time:51 Second
ગુજરાત ભૂમિ, પોરબંદર
એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે શરૂ થયેલ માધવપુર મેળા ૨૦૨૩ના બીજા દિવસે રાજ્યકક્ષાના સહકાર અને ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લીધી હતી. અને મેળામાં આવેલા વિવિધ પ્રદેશના સ્ટોલના કારીગરો સાથે સ્ટોલ પર જઈને સંવાદ કર્યો હતો. આ તકે સ્ટોલ ધારકોએ મંત્રીનું સ્વાગત કરી પ્રદેશ પહેરવેશ, સંસ્કૃતિની જાણકારી આપી હતી. આ ઉપરાંત મંત્રીએ કામદારો સાથે બેસીને વણાટ કામ, કચ્છના સંગીતમાં પણ સહભાગી થયા હતા.