0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, ભુજ
નાગરિક સંરક્ષણ દળ ભુજમાં માનદ સભ્ય તરીકે વર્ષ ૨૦૧૭ તેમજ તે પહેલાના અને વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી નિમણુંક પામેલા માનદ વોર્ડન સભ્યો દળમાં સેવા ચાલુ રાખવા માંગતા હોય તેઓએ હુકમ રિન્યુ કરવા માટે નાગરિક સંરક્ષણ કચેરી, ભુજની કચેરી સમય દરમિયાન ફોન નં.૦૨૮૩૨-૨૩૦૬૦૩ ઉપર સંપર્ક કરી રીન્યુ માટે જરૂરી આધાર પુરાવા સાથે મોડામાં મોડી ૧૫મી એપ્રિલ-૨૦૨૩ સુધી અરજી આપવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતા માનદ વોર્ડન સભ્યોને નિષ્ક્રીય ગણી નિયમોનુસાર સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તાલીમ અધિકારી, નાગરિક સંરક્ષણ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.