ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિકલાંગ સશક્તિકરણ વિભાગ અને છોટાઉદેપુરના વહીવટી તંત્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામીનારાયણ હોલ ખાતે સામાજિક સશક્તિકરણ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો આશય દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારની એડીપ યોજના હેઠળ સહાયક ઉપકરણનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગીતાબેન રાઠવા, સાંસદસભ્ય મુખ્ય મહેમાન તરીકે તેમજ મલકાબેન પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ, ડીવાયએસપી ધર્મેન્દ્રસીહજી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચિંતન પટેલ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજનબેન રાજપૂત તેમજ અમલીકરણ એજન્સીના કાનપુરના પ્રતિનિધિ સંજયભાઈ હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૫૯૮ લાભાર્થીઓને ૭૪ લાખના ૮૬૨ સાધનોની સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ગીતાબેને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે તેમણે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના કેબીનેટ કક્ષાના મંત્રી ડો.વિરેન્દ્રકુમારને લેખિત રજૂઆત કરી હતી કે આપણા આદિવાસી જીલ્લામાં રહેલા દિવ્યાંગજનો માટે સાધન સહાયની ખાસ જોગવાઈ કરે. જેના આધારે મંત્રાલયના સંચાલનથી ચાલતી એમ્લીકો નિગમ દ્વારા આ સહાયનો અમલ થયો હતો. ગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં મારા દિવ્યાંગજનોને આ સાધનો મળીરહ્યા છે અને માં અંબા તમામ દીવ્યંગોને શક્તિ આપે કે તેઓ સમાજના અન્ય લોકો સાથે હાથ મિલાવી પોતાનું જીવન સશક્ત કરી શકે. આ સાધનોથી દીવ્યાંગોના વ્યક્તિગત જીવનમાં તો ઉજાસ આવશે જ પરંતુ તેમની રોજગારી પણ વધશે અને જીવન ધોરણ સુધારશે એવી સૌની ભાવના છે. જીવનને સ્વાવલંબી અને સશક્ત બનાવવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન ચલાવ્યું છે તેને આપણે સૌ આગળ ધપાવી તેમને અભિનંદન આપીએ અને તેમનો આભાર માનીએ. તેમને ઉમેર્યું હતું કે જે દિવ્યાંગ બાકી હશે તેમને પણ આવનારા તબક્કામાં સહાય મળશે. અતિથી વિશેષ તરીકે મલકાબેને પણ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા એક અંગને પણ જો થોડા દિવસ કૈઈક નુકસાન થયું હોય તો પણ આપણે અકુલ વ્યાકુળ થઈ જઈએ છીએ, આપણા દિવ્યાંગજનોને તો કેટલી તકલીફ પડતી હશે. આપણા સાંસદસભ્ય ગીતાબેન રાઠવાના પ્રયત્નથી આપણા જીલ્લાના ૫૯૮ જેટલા લાભાર્થીઓને સહાય મળી છે. અંતમાં એમ્લીકોના કાનપુરથી આવેલા સંજયભાઈએ પણ સૌનો અભાર માન્યો હતો અને પ્રાસંગિક વાતચીત કરી કરી હતી. સમારંભમાં જેતપુર તાલુકાની કુંતલ નામની ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી દીકરીને આંખની તકલીફ હોય ખાસ એપ્લીકેશન વાળો સ્માર્ટ ફોન પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
સાધનની વિગત સંખ્યા
મોટરવાળી ટ્રાઈસીકલ ૪૬
સાદી ટ્રાઈસીકલ ૭૬
ફોલ્ડીંગ વ્હીલ ચેર ૯૧
સીપી ચેર ૧૫
અંડરઆર્મ સપોર્ટ સ્ટીક (ધોડી) ૧૮૮
વોકિંગ સ્ટીક ૧૩૬
રોલેટર ૦૫
ટીએલએમ કીટ ૭૨
બ્રેલ કીટ ૦૧
સ્માર્ટ ફોન ૪૨
એડીયલ કીટ ૨૨
બ્રેલ કેન ૮૬
હીઅરીંગ મશીન ૮૨
કૂલ સાધનો ૮૬૨
શું છે આ એડીપ યોજના ?
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, વિકલાંગ સશક્તિકરણ વિભાગ અંતર્ગત ADIP યોજના 1981 થી કાર્યરત છે જેને ૨૦૧૭થી વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વિકલાંગ વ્યક્તિઓને ટકાઉ, આધુનિક અને વૈજ્ઞાનિક રીતે ઉત્પાદિત, ઉપકરણો ખરીદવામાં સહાય કરવા માટે છે દિવ્યાંગોને તેમના શારીરિક, સામાજિક અને માનસિક સશક્ત બનાવી પ્રોત્સાહન આપે છે અને સમાજમાં સમાન રીતે જીવવા કાબેલ બનાવે છે. આવા સાધનોથી તેમની રોજબરોજની કામગીરી સ્વતંત્ર રીતે કરી શકે છે અને તેઓ પોતાની રીતે આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ બને છે આ ઉપરાંત કોઈ દિવ્યાંગજનને ઓપરેશન કરવાની જરૂરિયાત હોય તો તેના માટે પણ મદદ સલાહ સુચન કરે છે. આ યોજના હેઠળ વિવિધ અમલીકરણ એજન્સીઓ (ભારતીય કૃત્રિમ અંગો ઉત્પાદન નિગમ (ALIMCO)/ જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્દ્રો/રાજ્ય વિકલાંગ વિકાસ નિગમો/ એનજીઓ, વગેરે)ને અનુદાન-સહાય કરે છે