Read Time:1 Minute, 5 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજનાર મેળાની ઉજવણી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાનાં આવેલા મંદિરો ને પણ શણગારી અને રોશની કરવામાં આવશે.
જેમા જિલ્લામાં ભાલકા તીર્થ અને ગોલોકધામ મંદિર-પ્રભાસ પાટણ,મુળદ્રારકા મંદિર- મુળદ્વારકા ,માધવરાયજી મંદિર-પ્રાંચી અને તુલસીશ્યામ મંદિર-ગીરગઢડા આ મંદિરોને રંગીન રોશનીથી સુશોભિત કરવામાં આવશે તેમજ સ્થળે LED સ્કીન અને સાઉન્ડ સિસ્ટમ લગાવી કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકો નિહાળી શકેશે.
