સરકારી મોડેલ સ્કુલ ઈણાજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતિય સ્થાને વિજેતા થતા રૂ. ૩ લાખનું પ્રોત્સાહક ઇનામ મેળવ્યુ
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
રાજ્યના પ્રત્યેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા અને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મૂળ આધાર શિક્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે. તેમજ વિકાસના માર્ગે રાહ ચિંધી છે તે સરાહનીય છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં રાજ્ય પસંદગી સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી મોડેલ સ્કુલ, ઇણાજની રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યુ છે.
રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં પ્રથમ જિલ્લા કક્ષાએ જિલ્લાની ત્રણ શાળાઓને પસંદ કરવામાં આવી છે અને શાળા દીઠ રૂ. ૧ લાખ પુરષ્કાર પેટે આપવામાં આવે છે અને પછી જિલ્લામાં પ્રથમ નંબર પર આવેલી શાળાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં સહભાગી થાય છે. જેમા રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવનાર શાળાને રૂ. ૫ લાખ બીજા નંબરે આવનાર શાળાને રૂ.3 લાખ અને ત્રીજા ક્રમે આવનાર શાળાને રૂ.૨ લાખ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. જેમાં શ્રી મોડેલ સ્કુલ, ઇણાજની રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા કુલ.૩ લાખ પ્રોત્સાહક રાશિ આપીને સન્માનિત કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાની શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, નારણપરની શાળા રાજ્યકક્ષાએ પ્રથમ આવવા બદલ રૂ. ૦૫ લાખ અને એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ નર્મદા ત્રીજાક્રમે આવવા બદલ કુલ રૂ. ૦૨ લાખની પ્રોત્સાહક રાશિ આપીને સન્માનિત કરવામાં આવેલ છે.
