ગુજરાત ભૂમિ, ભાવનગર
ગારિયાધારની એમ ડી પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડી.બી.મેર ને નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી એમ એમની પસંદગી થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હમારી ઉડાન આપનો કે લિયે સેવા સંસ્થાન રાજસ્થાન દ્વારા દેશના અલગ અલગ રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરે છે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડામાં દેશના પંદર રાજ્યની વિવિધ પ્રતિભાવંત વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકાની એમ ડી પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક અને એન એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ ઓફિસર ડી.બી.મેર ને સન્માનિત કરવામાં આવેલ હતા. તેઓ છેલ્લા બાર વર્ષથી શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામ સફાઇ, શેરી સફાઈ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ,કોરોના રસીકરણ કેમ્પ, સજીવ ખેત પધ્ધતિ, સાંસ્કૃતિક વિરાસતોની જાળવણી, નવા કાયદાઓ અંગે માહિતગાર, આરોગ્ય અને યોગ વિષયક શિબિરનું આયોજન કરી વિધાર્થીઓમાં સમાજ સેવા સાથે વ્યક્તિત્વ વિકાસના ગુણ વિકસે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિધ્યાર્થીઓને પ્રેરિત કરી રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ અજયસિંહ રાજપુરોહિત, ક્ષેત્ર અધિકારી નંન્દની મિશ્રા તેમજ ગુજરાત પ્રાદેશિક સંચાલક ડો.વિનયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.