ભાવનગર જિલ્લામાં તા. ૧૪ થી તા. ૧૯ માર્ચ સુધી અલગ અલગ સ્થળોએ આયુષ મેળાનું આયોજન

Views: 93
0 0

Read Time:2 Minute, 5 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર 

          આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારશ્રી તથા નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર નાં આદેશથી જિલ્લા પંચાયત ભાવનગર તથા તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલ અને તળાજા આયુર્વેદ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે કુલ પાંચ આયુષ મેળાનું આયોજન કરેલ છે. આયુષ મેળા તા. ૧૪-૩-૨૩ ને મંગળવારે સરકારી આયુર્વેદ હોસ્પીટલ-તળાજા, તા. ૧૫-૩-૨૦૨૩ ને બુધવારે ટાઉનહોલ – સીહોર, તા. ૧૬-૩-૨૦૨૩ ને ગુરુવારે સી.એચ.સી. ધોધા, તા. ૧૮-૩-૨૦૨૩ ને શનિવારે પી.એચ.સી. ફરીયાદકા, તા.ભાવનગર, તા. ૧૯-૩-૨૦૨૩ ને રવિવારે જે.બી. ગુજરાતી કે. શાળા નં -૨, વલ્લાભીપુર ખાતે સવારે ૯ કલાક થી બપોરે ૨ કલાક સુધી યોજાશે. આયુષ મેળાની વિશેષતા એ રહેશે કે આયુર્વેદ અને હોમિયોપેથી ચીકીત્સા પધ્ધતીથી – સંધિપાત, અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, ડાયાબિટીસ, ગેસ – અપચો જેવા પેટનાં રોગો, શ્વાસ, શરદી – કફ વિગેરે શ્વસનતંત્રનાં રોગો, સ્ત્રી રોગો, બાળરોગો, સુવર્ણપ્રાશન, પથ્ય-અપથ્યનું માર્ગદર્શન પ્રકૃતિ અંગેનું માર્ગદર્શન, યોગ વિષેનું માર્ગદર્શન, ઔષધિય વનસ્પતિ પ્રદર્શન વિગેરે અંગે માર્ગદર્શન તથા રોગોની ચીકીત્સા કરવામાં આવશે અને વૃધ્ધાવસ્થા જન્ય રોગોની પણ સારવાર કરવામાં આવશે જેની જાહેર જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *