0
0
Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરમાં વિશ્વ મહિલા દિવસ તેમજ હોળીના પાવન પર્વ નિમિત્તે નાબાર્ડ દ્વારા આયોજિત ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ નો તા ૧૧ અને ૧૨ માર્ચ ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાહર મેદાન, રિલાયન્સ મોલની સામે, ભાવનગર ખાતે યોજાશે. ગોહિલવાડ સખી કલા ઉત્સવમાં ખેડૂત ઉત્પાદક, સંગઠનો, સખી મંડળો, ગ્રામ્ય કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાટ ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હસ્તકલા, ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી તેમજ ગૃહ શુંસોભનની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ કલા ઉત્સવમાં પ્રવેશ નિશુલ્ક રહેશે.