મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ આપેલ માહિતી
ગુજરાત ભૂમિ, રાજકોટ
ફેબ્રુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને યુરોપિયન કન્ટ્રીનાં સ્કુલના બાળકો સહિત કુલ ૬૯ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩૭૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૯૮૧ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૯,૨૭૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટે

લ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
ઉપરાંત ફેબ્રુઆરી૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
વિદેશી મુલાકાતીઓની વિગત:
| ક્રમ | દેશની વિગત | સંખ્યા |
| ૧ | મારવાડી યુનિવર્સીટી ફોરેન ટુર (યુરોપીયન કન્ટ્રી) | ૧૨ |
| ૨ | પંચસીલ સ્કુલ ફોરેન ગ્રુપ (નોર્થ ઈંગ્લેન્ડ) | ૨૩ |
| ૩ | ઈંગ્લેન્ડ | ૨ |
| ૪ | ઈટલી | ૨ |
| ૫ | ઇઝરાયલ | ૧ |
| ૬ | ગ્રીસ | ૧ |
| ૭ | જર્મની | ૨ |
| ૮ | લંડન | ૨ |
| ૯ | ગોડેલોપ | ૨ |
| ૧૦ | યુ.કે. | ૧ |
| ૧૧ | ફિલિપિન્સ | ૧ |
| ૧૨ | મેક્સિકો | ૧ |
| ૧૩ | યુ.એસ. | ૭ |
| ૧૪ | કેનેડા | ૩ |
| ૧૫ | ઓસ્ટ્રેલિયા | ૧ |
| ૧૬ | ફ્રાન્સ | ૨ |
| ૧૭ | યુક્રેન | ૧ |
| ૧૮ | વિયતનામ | ૧ |
| ૧૯ | ઈજિપ્ત | ૧ |
| ૨૦ | બ્રાઝિલ | ૨ |
| ૨૧ | લિથુનિયા | ૧ |
