ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૨/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન, બીજો માળ રૂમ નં.૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમ ની તારીખની જાણ કરવામાં આવશે. સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા મો.૯૪૨૯૦ ૦૦૦૪૦પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
