“વન વીક, વન રોડ” ઝુંબેશ
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૦૨-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૯નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.
(ટાઉન પ્લાનીંગ શાખાની કામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુવાસવાણી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો / ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.
| ક્રમ | વોર્ડ | મિલકતનું નામ | સરનામું | કરેલ કામગીરી | ||||
| બિલ્ડીંગ્સમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલ | પાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા. | માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ. | ચાલુ કન્સ્ટ્રકશન સાઈટમાં ગ્રીન નેટ. | રીમાર્કસ | ||||
| ૧ | ૯ | અઝીન મુરાની ફંક કપડાનો શો-રૂમ | શાંતિ આર્કેડની બાજુમાં, સાધુવાસવાણી રોડ, રાજકોટ | – | જાળી દુર કરેલ છે | – | – | ૯.૦૦ |
| ૨ | ૯ | શ્રી પરબતભાઈ સોલંકી કૃષ્ણ ડીલક્સ પાન / હોટલ | ગીતાંજલિ કોલેજની બાજુમાં, સાધુવાસવાણી રોડ, રાજકોટ | પાર્કિંગ +૦.૦૦ લેવલ કરેલ છે | – | પોલ દુર કરાવેલ છે૨-નંગ | – | – |
| ૩ | ૯ | શ્રી રજનીભાઈ મણવર સાવન પાન & કોલ્ડ્રીંકસ | બેંક ઓફ મહારાષ્ટ્ર સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૧૨.૦૦ |
| ૪ | ૯ | શ્રી વિમલભાઈ જમનભાઈ ડેડકીયા બાલાજી ફરસાણ | બેંક ઓફ મહારાષ્ટ્ર સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૧૨.૦૦ |
| ૫ | ૯ | શ્રી મયુરભાઈ લાડવા જય ચામુંડા ઓટો સર્વિસ | બેંક ઓફ મહારાષ્ટ્ર સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૧૨.૦૦ |
| ૬ | ૯ | શ્રી દિનેશભાઈ પટેલ મિસ્ટર પટેલ ગાઠીયા | સાધુવાસવાણી રોડના છેડે, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૬.૦૦ |
| 7 | ૯ | શ્રી ભીમજીભાઈ ગમારા વચ્છરાજ હોટેલ/ઉમિયા કોલ્ડ્રીંકસ | સાધુવાસવાણી રોડના છેડે, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૧૮.૦૦ |
| ૮ | ૯ | આશીર્વાદ કોમ્પલેક્ષના દુકાન ધારકો ૩-દુકાન | જલારામ કોમ્પલેક્ષ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ | – | – | છાપરા દુર કરાવેલ છે | – | ૨૪.૦૦ |
| ૯ | ૯ | પ્રમુખશ્રી અનમોલ કોમ્પલેક્ષ | નક્ષત્ર-૫ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ | પાર્કિંગ +૦.૦૦ લેવલ કરેલ છે | – | પોલ દુર કરેલ છેનંગ-૨ | – | – |
આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સાહેબશ્રી, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાહેબશ્રી, સીટી એન્જીનીયરશ્રી, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(ટેક્સ શાખાની કામગીરી)
વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નંબર ૯ માં સાધુ વાસવાણી રોડ પર વેરા વસુલાત શાખા દ્વારા ટેક્સ રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવેલ “One Time Installment Scheme” નો પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ. ગુરુજીનગર શાક માર્કેટ સામે આવેલ ત્રણ બિન-રહેણાંક યુનિટમાં રિકવરીની કાર્યવાહી કરતાં, વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અંતર્ગત નોંધણી કરાવવામાં આવેલ.અનમોલ કોમ્પ્લેક્સમાં ૪ યુનિટને જપ્તિ નોટીસ આપવામાં આવેલ. સાધુ વાસવાણી રોડ રોડ પર આવેલ અલગ અલગ કુલ ૮૭ મિલ્કતોને વ્યવસાય વેરાની સુનવણી નોટીસ તેમજ ૧૦ મિલ્કતોને રિક્વિઝેશન નોટીસ આપવામાં આવેલ તેમજ શ્યામલ વર્ટિક્સ, મારૂતિ મેનોર, જયવર્ધિનિ કોમ્પલેક્સ, અનમોલ કોમ્પલેક્સ, રાજ પેલેસ, નક્ષત્ર-8, વિગેરે મિલ્કતોમાંથી રકમ રૂ. ૯.૦૦ લાખ ની રિકવરી કરવામાં આવેલ.
(દબાણ હટાવશાખાનીકામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૨૮/૦૨/૨૦૨૩ શહેરમાં સાધુવાસવાણી રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમ કે, રસ્તા પર નડતર રૂપ જુદી-જુદી અન્ય ૦૧ પરચુરણ ચીજ-વસ્તુઓ સાધુવાસવાણી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૪૭ બોર્ડ બેનર સાધુવાસવાણી રોડ પરથી બોર્ડ-બેનર ઉતારવામા આવેલ છે.
(ફાયર એન્ડ ઇમરજન્સી શાખાનીકામગીરી)
વન વીક વન રોડ અંતર્ગત આજ રોજ ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સાધુવાસવાણી રોડ, હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ – ૦૬, કોમર્શીયલ – ૦૫, સ્કુલ – ૦૧, હોસ્પીટલ – ૪, રેસ્ટોરન્ટ-૧, સુપરમાર્કેટ -૦૨, કુલ -૧૯ જગ્યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં શિલ્પન ટાવર ,કોપર સ્ટોન, શ્યામલ વર્ટીક્ષ, સન સીટી, રાજ પેલેસ, વર્ધમાન હાઇટસ , શાંતિ આર્કેડ, ધ આઇકોન, ડેકોરા સ્કેવર, ક્રિષ્ના ચિલ્ડ્રન હોસ્પીટલ, ક્રિષ્ના પ્રસુતિ ગૃહ એન્ડ ગાયનેક હોસ્પીટલ , ગોલ્ડન સુપર માર્કેટને ફાયર એનઓસી રિન્યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.
(રોશની શાખાનીકામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા આજ રોજ “વન વીક – વન રોડ” ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં ૦૯નાં સાધુ વાસવાણી રોડ પર રહેલ કુલ ૪૪ પૈકી એક (૦૧) બંધ સ્ટ્રીટલાઇટસને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તેમજ રસ્તા પર આવેલ એક ટ્રાફિક સિગનલ ચેક કરવામાં આવેલ.
(ફૂડ શાખાની કામગીરી)
- વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના સાધુવાસવાણી રોડ- યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ઠંડા-પીણાં વગેરેના ફૂલ ૧૨ સેમ્પલની ચકાસણી કરેલ તેમજ કુલ ૫ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
- ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :
વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૨૮-૦૨-૨૩ ના રોજ શહેરના સાધુવાસવાણી રોડ- યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ (૧)એપોલો ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૨)ઝેપોલી બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૩)ટી પોસ્ટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૪)પટેલ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૫)ઉમિયાજી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
તથા (૦૬)ગૌતમ સ્વીટ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૭)ચંદન સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૮)શ્રીજી મેડિસિન્સ (૦૯)ઓમ સુપર માર્કેટ (૧૦)પંચેશ્વર મેડિકલ સ્ટોર (૧૧)છાશવાલા (સહયોગ એન્ટરપ્રાઇઝ) (૧૨)ડિલિસીયસ ફૂડ (૧૩)ગંગોત્રી ડેરી ફાર્મ (૧૪)ઓમ મેડિસિન્સ (૧૫)કેક ઓ હોલીક (૧૬)અતુલ બેકરી (૧૭)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૮)ક્રિષ્ના હોટેલ (૧૯)ઉમિયા રસ પાર્લર (૨૦)માધવ મેડિસીન્સની ચકાસણી કરવામાં આવેલ.
- નમુનાની કામગીરી :
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :
(૧) છાસવાલા બ્રાન્ડ મેંગો મઠો (500 G. પેક્ડ માંથી): સ્થળ -“સહયોગ એન્ટરપ્રાઇઝ (છાસવાલા)”, શોપ નં. ૧, ઓસ્કર પ્લાઝા, કોપર સ્ટોન સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.
(૨) ઉપહાર- સેલેકટેડ ડેટ્સ (500 G. PKD) : સ્થળ – “ગોલ્ડન સુપર માર્કેટ”, નંદનવન શોપ નં.૧ થી ૫, શ્રીનાથજી પાર્ક, સાધુ વાસવાણી મેઇન રોડ, રાજકોટ.
- ફૂડ વિભાગ દ્વારા સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષ, રૈયા રોડ વિસ્તારમાં ચકાસણી કરતાં (૧)અરેબિયન સોરમા -વાસી સેઝવાન ચટણી, ચિકન લોલિપોપ મળી કુલ ૪ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરેલ અને હાઇજિનિક કન્ડિશન તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપેલ(૨)મુંબઈ જાયકા -વાસી ગ્રેવી, ચિકન લોલિપોપ, સોસ મળી કુલ ૫ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરેલ અને હાઇજિનિક કન્ડિશન તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપેલ (૩)અલીના પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
(આરોગ્ય શાખાની કામગીરી)
વન વીક વન રોડ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા વોર્ડ નં. ૯માં મોબાઈલ વાન મારફત ૨૯ વ્યક્તિઓના બ્લડ સુગર ચેક કરવામાં આવ્યા, ૩૭ વ્યક્તિઓના બ્લડ પ્રેસર ચેક કરવામાં આવ્યા, ૦૭ વ્યક્તિઓના RTPCR અને ૧૦ વ્યક્તિઓના એન્ટીજન સેમ્પલ લેવામાં આવ્યા તેમજ OPD મેડિકલ સારવારમાં કુલ ૫૬ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે.
(બાંધકામ / વોટર વર્કસ / ડ્રેનેજ શાખાની કામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા આજ રોજ “વન વીક – વન રોડ” ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં-૯માં સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરુજીનગર આવાસ યોજનામાં ડ્રેનેજ ચોક અપની અવારનવાર ફરિયાદ આવતી હોય છે આ બાબતે ઝુંબેશનાં ભાગરૂપે ૪૫ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઈ, ૧૨ ડ્રેનેજ મેનહોલ સફાઈ, ૫ પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ , ફુટપાથ રીપેરીંગ ૩૦ ચો.મી., પેવીંગ બ્લોક રીપેરીંગ ૮૦ ચો.મી., ફુટપાથ રોડ લેવલ ૨૫ ચો.મી., રોડ રીપેરીંગ ૬ ચો.મી., રબ્બીશ ઉપાડવાનું કામ ૧૨ ઘ.મી. તથા જેટીંગ મશીન દ્વારા મેઈન લાઈનની સફાઈ કરવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં ફરિયાદ નિવારી શકાય .
