ભુજ ખાતે ૧ માર્ચના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

Views: 56
0 0

Read Time:1 Minute, 33 Second

ગુજરાત ભૂમિ, ભુજ

        મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું તેમજ સીનીયર સિટીઝન કેર કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત તા. ૦૧/૦3/૨૦૨3 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

        સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજીત સીનીયર સિટીઝન કેર કેમ્પમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે.  સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *