ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય લિવેબલ ભરૂચનો નવો ઉપક્રમ

Views: 56
0 0

Read Time:2 Minute, 39 Second

ગુજરાત ભૂમિ, ભરૂચ

          ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR પહેલ અંર્તગત માય વિલેબલ ભરૂચના આયામ હેઠળ ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને માતરિયા તળાવ ખાતે હોમ કમ્પોસ્ટિંગ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલે ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ શહેર માટે My livable Bharuch નવો આયામ છે. જેના પ્રથમ ફેઝમાં સ્વચ્છતતા બાબતે આપણા શહેરને નવી ઉંચાઈ પર લઈ જવું છે. તેના જ અનુસંધાને ભરૂચ શહેરના આઈડેન્ટીફાઈ કરેલા રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે, આ નવા આયામ સાથે આપણો સહયારો પ્રયાસ જ તેના ધ્યેય સુધી લઈ જશે.

ભરૂચ માટે આપણી ફરજ અદા કરવા સૂકા કચરાં અને ભિના કચરાંને અલગ કરીને જ ડસ્ટબીનમાં નાખવું જોઈએ. પરંતુ તેનાથી વિપરીત ઘન કચરાંનો નિકાલ કરવા કરતા હોમ કમ્પોસ્ટિંગની પધ્ધતિ અપનાવવું વઘુ હિતાવહ છે. હોમ કમ્પોસ્ટિંગની પધ્ધતિ ભરૂચના તમામ ઘરો અપનાવે તો ગારબેજ ફ્રી ઘર સાથે ભરૂચને ગારબેઝ ફ્રી સિટી બનતા વાર નહી લાગે. આપણે સૌએ વિલેબલ ભરૂચને લવેલબ બનાવવા તેના નવા આયામના પ્રથમ ફેઝમાં સહયારો ભાગ ભજવી તેને અભિયાન સ્વરૂપે ઉપાડી લેવું જોઈએ. આ વર્કશોપમાં સુ.અંજલી ચૌધરી વતી કમ્પોસ્ટિંગ કરવાની રીતનું લાઈવ ડેમોનસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.

આ વર્કશોપના આધારે રસોડાના કચરાંમાંથી ખાતર અને હોમમેડ કમ્પોસ્ટિંગનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તે સાથે- સાથે કમ્પોસ્ટિંગ સેટઅપની “જુગાડ” પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી પણ અપાઈ હતી. વધુમાં, હોમ મેડ કમ્પોસ્ટિંગના ઉપયોગ કરવાની રીતો અને રેડીમેડ કમ્પોસ્ટિંગ સેટઅપ મેળવવા માટેની જગ્યાઓ વિશે પણ લોકોને જણાવવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભરૂચ નગરપાલિકાના સભ્યો, વિવિધ આગેવાન સભ્યો, માય લિવેબલ ભરૂચની ટીમ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *