ગુજરાત ભૂમિ, જસદણ
જસદણ શહેર ભાજપ ની કારોબારી યોજવામાં આવેલ આ કારોબારી બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેલ. આ કારોબારીની બેઠકમાં ગુજરાતમાં મળેલ ખૂબ જ જંગી બહુમતી બદલ સંગઠન અને સરકારના કામના કારણે આવી બહુમતી મળેલ તે બાબતે પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી દ્વારા સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ તેમજ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવેલ ત્યારબાદ જસદણ શહેર સંગઠન અને વિવિધ મોરચા તેમ જ કારોબારીના અપેક્ષિત કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા કુવરજીભાઈ બાવળીયા નું સન્માન કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમ બાદ નગરપાલિકા ઉપપ્રમુખ દીપકભાઈ ગીડા દ્વારા અભિવાદન પ્રસ્તાવ અનુમોદન માટે રજૂ કરવામાં આવેલ. હાજર તમામે આ પ્રસ્તાવના બહુમતથી અનુમોદન આપેલ. આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના પૂર્વ મહામંત્રી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા જિલ્લા ભાજપના મંત્રી રમાબેન મકવાણા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ જાદવ નગરપાલિકા કારોબારી ચેરમેન પ્રતિનિધિ જે.ડી.ઢોલરીયા, ગભરૂભાઈ ધાધલ, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન પ્રેમજીભાઈ રાજપરા તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહાર લઈ સૌ છૂટા પડેલ.