શિવરાત્રી મેળા ૨૦૨૩ યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે

Views: 60
0 0

Read Time:2 Minute, 27 Second

 ગુજરાત ભૂમિ, જૂનાગઢ

          લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – ૦૨૮૫- ૨૬૩૩૪૪૬,૨૬૩૩૪૪૭,૨૬૩૩૪૪૮. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – ૦૨૮૫ – ૨૯૬૦૧૧૬,૨૯૬૦૨૪૬. માહિતી કેન્દ્ર – ૦૨૮૫ – ૨૯૬૦૧૭૩,૨૯૬૦૧૭૪. પોલીસ ઈમરજન્સી નં. ૧૦૦લ ફોન – ૦૨૮૫ – ૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – ૦૨૮૫- ૨૬૩૩૭૦૦, ફાયર ઈમરજન્સી નં. ૧૦૧ ફોન – ૦૨૮૫ – ૨૬૨૦૮૪૧, ૨૬૫૪૧૦૧, મો – ૯૬૨૪૭૫૩૩૩૩, એમબ્યુલન્સ ઈમરજન્સી નંબર – ૧૦૮, મો. નં. – ૯૯૦૯૨૧૯૧૦૮. જયારે ફાયર ફાઈટર સ્પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, પાર્કીંગ સ્થળ. ક્રેઈન સ્પોટ – અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે રહેશે.

શિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે ૧૩ સમિતિની રચના કરાઇ

       ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૩ સમિતિની રચનાઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સંકલન સમીતી, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફીક નિયંત્રણ સમિતિ, ઇલેકટ્રીક લાઇટ અને સાઉન્ડ સમિતિ, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ,સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, સફાઇ તેમજ ડ્રેનેજ સમિતિ, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમિતિ, સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમિતિ, પ્રકાશન સમિતિ, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિની રચના કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *