ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૩ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહેશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોય તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જે લાભાર્થીઓને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધારસિડિંગ બાકી હોય તો જે-તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટસબેંકમાં આધાર સિડિંગ વાળું ખાતા ખોલાવી શકે છે અને સાથો સાથ ઇ-કે.વાય.સી. પણ કરાવી શકે છે. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે સી.ડી.પી. ગ્રામ સેવકનો અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક (ખેતી) નો સંપર્ક કરવો. ઈ-કે.વાય.સી તથા બેંકખાતાનું આધાર સિડિંગ ન હોય તે લાભાર્થીઓને આગામી ૧૩ હપ્તાનો લાભ મળી શકશે નહિ એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.