ગુજરાત ભૂમિ, ભરૂચ
ભરૂચ જીલ્લા શિક્ષણ શાખા અંર્તગત સમગ્ર શિક્ષા અને સુરક્ષાસેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે છેડતી વિગેરેનો પ્રતિકાર કરી શકે અથવા વિપરીત સ્થિતિનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ” તારીખ ૦૬ ફેબુઆરી ૨૦૨૩થી શાળા કક્ષાએ આપવામાં આવી રહી છે. આ તાલીમ ભરૂચ જિલ્લાની ૫૧૧ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ૨૦,૫૪૧ તેમજ ૩૨ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ૧૪૨૯ કન્યાઓને આત્મરક્ષણની કેળવણી મળે રહે તે હેતુ પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો-કરાટે, ફાઇટ-કરાટે જેવી પાયાની સ્વ-રક્ષણ તાલીમ જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા પોલીસ વિભાગના સઘન મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે. સ્વરક્ષણની તાલીમ મેળવી વિદ્યાર્થીની જાહેર જીવનમાં થતા જાતિય સતામણી તથા માસિક હિંસાનો ભોગ ન બને, આત્મરક્ષણ માટે સમાજમાં અવાજ ઉઠાવી શકે, જીવન પર્યન્ત પ્રાપ્ત કલા- કોશલ્યોને જાહેર જીવનમાં અંગીકાર કરી એક સશક્ત વ્યક્તિ તરીકે જીવન વ્યતિત કરી શકે છે. ભરૂચ જીલ્લાની શિક્ષણ શાખાની એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યુ્ં હતું.