ગુજરાત ભૂમિ, શુકલતીર્થ
સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે આગામી ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા માટેની યોજના અંર્તગત ભરૂચમાં શુકલતીર્થ ઉત્સવની ઉજવણી થનાર છે. આ ઉત્સવની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજન સંદર્ભે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા દ્વારા અમલીકરણ અધિકારીઓને મેળા અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. મેળા સંબંધિત સાધનિક વ્યવસ્થા માટે સંબંધિત અધિકારી તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગોવલીએ જણાવ્યું હતું કે, જીલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીઓ કે જેના થકી આ ઉત્સવ આગોતરૂ આયોજન કારવામાં આવશે.જેમાં સ્ટેજ , લાઈટ ,પાણી, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા, પાર્કીંગ , સખી મંડળ સ્ટોલ ઉભા કરવા વગેરે જેવી કામગીરી કરવામાં આવશે આ મુલાકાતમાં જિલ્લા વહીવટી તંત્રના મેળા ઉત્સવને લગતા અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.