શહેરની વિવિધ છ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

Views: 60
0 0

Read Time:1 Minute, 57 Second

ગુજરાત ભૂમિ,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૧-૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ છ હોસ્પિટલો જેવી કે (૧) સ્ટાર સિનર્જી.હોસ્પિટલ, મવડી મેઇન રોડ (૨) HCG હોસ્પીટલ અયોધ્યા ચોક ૧૫૦ફૂટ રીગ રોડ (૩) કે. જે. પટેલ હોસ્પિટલ, કોઠારીયા રોડ, (૪) આસ્થા મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હોસ્પીટલ કુવાડવા રોડ (૫) આસ્થા હોસ્પીટલ કુવાડવા રોડ ૫૦ ફૂટ રોડ, અને (૬) સાઇનાથ હોમીયોપેથી હોસ્પિટલ, ગોડલ રોડ રાજકોટ ખાતે લોકોમાં જાગૃતતા તથા  માટે ફાયર સેફટી અંગે મોકડ્રીલ તથા તાલીમનું આયોજન કરેલ.

ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૦૬ (છ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, એમ.કે.જુણેજા, શ્રી એ.બી.ઝાલા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *