ફૂગજન્ય રોગ નથી ઘઉંના પાકની ડૂંડી સૂકાવાની સમસ્યા, કૃષિ યુનિવર્સિટીની સ્પષ્ટતાં

Views: 50
0 0

Read Time:1 Minute, 38 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

ઘઉં ગુજરાત રાજ્યનો મુખ્ય શિયાળુ પાક છે પરંતુ આ પાકમાં પિયતનો બીનસમજદારી પૂર્વકનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ, જૂની જાતોનું વાવેતર અને બદલાતા વાતાવરણના કારણોને લીધે રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. તેથી આ પાકમાં પાક સંરક્ષણના પગલા લેવાનું અતિ મહત્વનું બનતું જાય છે. જો આમ કરવામાં ન આવે તો આ પાક જોખમયુક્ત પાક તરીકે જાણીતો છે. ઘઉંના પાક અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલીક સ્પષ્ટતા કરી છે.

ઘઉં સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આઈ.બી.કાપડિયાએ જણાવ્યું કે, હાલમાં ઘણાં ખેડૂતમિત્રો દ્વારા ઘઉં પાકમાં ડૂંડીઓ સુકાવા અંગેની સમસ્યાઓ ધ્યાને આવેલ. જે હકીકતમાં ફ્રોસ્ટ ઈન્જરી એટલે કે રાત્રી દરમિયાન તાપમાન ખૂબ જ નીચું જવાથી તેમજ ડૂંડી નિંદલ્યા બાદ રાસાયણિક ખાતરોનો પૂરતા ખાતર તરીકે વપરાશ કરવાથી બનવા પામતું હોય એવું છે. પરંતુ તે કોઈ ફ્યુંઝેરીયમ હેડ બ્લાઈટ જેવો ફૂગજન્ય રોગ નથી જે અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. જેથી બીનજરૂરી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *