0
0
Read Time:1 Minute, 15 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ૦૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકેથી સેમિનાર યોજાશે.
આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ શકશે અને વધુ માર્ગદર્શન મેળવી શકશે.