તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે

Views: 93
0 0

Read Time:6 Minute, 45 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

આ અવસરે રાજ્યના કૃષિ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના માન.પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ સંયુક્ત ડાયસ કાર્યક્રમ કાલાવડ રોડ પર એ.જી.ચોક ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

લોકાર્પણની વિગત:-

Ø  રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે જડુસ ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. બ્રિજની લંબાઈ ૩૬૦ મી., પહોળાઈ ૧૫.૫૦ મીટર, સર્વિસ રોડ ૦૬ મીટર, બંને તરફ ફૂટપાથ, યુટીલીટી ડકટ, પીઅરની સખ્ય-૬, સેન્ટ્રલ સ્પાનની ઊંચાઈ ૦૪.૫૦ મીટર, બ્રિજનો સ્લોપ ૧.૩૦, સ્ટારટીંગ પોઈન્ટ એ.જી.ચોક, એન્ડીંગ પોઈન્ટ મોટામવા હૈયાત કલ્વર્ટ પાસે, લાભાર્થીની સંખ્યા ૨ લાખ/દિવસ.

Ø  વોર્ડ નં.૯માં રૈયા મુક્તિધામ ખાતે રૂ. ૪.૦૭ કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવેલ છે. આ સ્મશાન ૬૬૫.૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. યુનિટ-૧માં ઇલેક્ટ્રિક આધારિત ક્રીમેટોરીયમ બેડ-૧, યુનિટ-૨માં ગેસ આધારિત ક્રીમેટોરીયમ બેડ-૧, યુનિટ-૩ ભવિષ્યની જરૂરીયાત માટે અનામત રાખેલ છે., પ્રાર્થના હોલ અંદાજે ૨૦૦ માણસોની ક્ષમતાવાળો બનાવવામાં આવેલ છે તેમજ ટોયલેટ બ્લોક-૧ અને પેવિંગ રસ્તો બનાવવામાં આવેલ છે.

Ø  રીંગરોડ-૨, ફેઝ-૩માં ગોંડલ હાઇવે થી ભાવનગર હાઇવે સુધીનાં ૧૦.૬૦ કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૧૬.૩૬કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં આવેલ ૫(પાંચ) મેજર બ્રીજની કામગીરી રકમ રૂ. ૧૯.૪૪ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. વધુમાં રસ્તાની પથરેખામાં ચે ૮૧૦ પર રેલેવ ક્રોસીંગ પર હૈયાત ફાટક ૧૭/સી રીંગરોડ પર રકમ રૂ ૩.૫૬કરોડના ખર્ચે શીફટીંગની કામગીરી પુર્ણ કરેલ છે. આમ કુલ રકમ રૂ ૩૯.૩૬કરોડનાં ખર્ચે રીંગરોડ-૨, ફેઝ-૩ની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્તાની લંબાઇ ૧૦.૬ કી.મી અને પહોળાઇ ૯.૨૫ મી (૭.૨૫મી ડામર અને ૧.૦+૧.૦મી સાઇડ શોલ્ડર)છે, તેમજ બ્રીજની પહોળાઇ ૧૩.૭૦મી (૩-માર્ગીય) છે.

Ø  રીંગરોડ-૨, ફેઝ-૪ માં ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે સુધીનાં ૧૦.૩૦ કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૨૨.૦૪ કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં આવેલ ૨(બે) મેજર બ્રીજની કામગીરી રકમ રૂ ૧૧.૭૯ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. આમ કુલ  રકમ રૂ ૩૩.૮૩કરોડનાં ખર્ચે રીંગરોડ-૨, ફેઝ-૩ની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્તાની લંબાઇ ૧૦.૩ કી.મી અને પહોળાઇ ૯.૨૫ મી (૭.૨૫મી ડામર અને ૧.૦+૧.૦મી સાઇડ શોલ્ડર) છે, તેમજ બ્રીજની પહોળાઇ ૧૩.૭૦મી (૩-માર્ગીય) છે.

ખાતમુર્હુતની વિગત:-

Ø  રૂ. ૭.૯૨ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૩૨, રૈયા એફ.પી.નં.૮૩ ની ૨૫,૦૨૭ ચો.મી. જમીન પર ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન અને ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુર્હુત થશે. વોર્ડ નં.૩માં રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે રેલનગર મેઈન રોડ બંને સાઈડ ફૂટપાથ તથા સાઈડ સોલ્ડરની યુટીલીટીનું ખાતમુર્હુત થશે.

Ø  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 કેટેગરીના ડ્રો ૫૯૦ તથા પોપટપરા વિસ્તારના LIG કેટેગેરીના ૧૦૦ આવાસોનું લોકાર્પણ કરાશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *