0
0
Read Time:57 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦-૦૧-૨૦૨૩નાં રોજ “શહીદ દિન”નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓના અધિકારી / કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખા સહીત તમામ શાખાનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા સવારે ૨ મીનીટ મૌન પાળી શહીદ વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.