સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ દેવી ભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

Views: 131
0 0

Read Time:2 Minute, 49 Second

ગુજરાત ભૂમિ, સોમનાથ

“સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્તિપીઠ આ ભૂમિ માં આવેલ છે”

વિશેષ મહાત્મય શ્રોતા જનોને સંભળાવતા વક્તા ડો.કૃણાલભાઈ જોષી…

        કથાના સાતમાં દિવસે વક્તા કૃણાલભાઈ જોષીએ જણાવેલ કે, પ્રભાસ ની પાવન ભૂમિ પર મહા સુદ સપ્તમીનું ખૂબ વિશેષ મહાત્મય સમાયેલુ છે. આ દિવસને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવાય છે, આ દિવસે આ ક્ષેત્રમાં યાત્રા,દર્શન,પૂજન કરવાથી માતા ચંદ્રભાગાની  વિશેષ શક્તિ કૃપા પ્રાપ્ત થાય છે. અને સાચી ભક્તિ થી મનુષ્ય તૃપ્ત થાય છે. 

કથા અંશો…

        દેવી ભાગવત અનુસાર પુત્રના લક્ષણ કેવા હોવા જોઇએ, પુત્ર એ જીવીત મા-બાપની સેવા કરતો હોવો જોઇએ. માતા-પિતાની વિદાય પછી તેની પાછળ ઉત્તમ ક્રિયા કરવા જોઇએ. અને સાચો પુત્ર આ બધું કર્યા બાદ ગયાજીમાં તેમની પાછળ પીંડદાન કરનારો હોવો જોઇએ. આ કર્મથી જ પુત્ર પૂ નામના નર્ક થી પિતૃ ને તારી સાચો પુત્ર બની શકે.  

દેવીમાઁ ક્યાં યુગ માં કઇ રીતે પ્રસન્ન થાય ?..

સતયુગમાં દેવીમાઁના ધ્યાનથી, ત્રેતાયુગમાં માઁ યજ્ઞથી, દ્વાપરયુગમાં માઁ પૂજન-અર્ચન થી, કળીયુગમાં સત્ય હ્રદયથી માતાના નામ સ્મરણ થી જગત જનનિ માઁ પ્રસન્ન થાય છે.

        કથાકાર શ્રી  ડો.કૃણાલભાઈ જોષી એ આવનારી મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ તિર્થમાં શિવ પાર્થેશ્વર પૂજન થનાર હોય, તેનું મહાત્મય જણાવતા કહેલું કે, શ્રીરામે લંકા જતા પૂર્વે પોતાના આરાધ્ય મહાદેવની પૂજા કરવાનો ઇચ્છા વ્યક્ત કરેલી. હનુમાનજીને શીવલીંગ લાવતા વિલંબ થયેલ. ત્યારે શ્રી રામે પાર્થેશ્વર શીવલીંગની પૂજા કરી અને રામેશ્વર તરીકે ભગવાન શીવ પૂજાયા. પાર્થેશ્વર મહાપૂજનનું સોમનાથ મહાદેવની નીશ્રામાં સમુદ્રતટે કરવાનું  મહાશિવરાત્રિએ ખુબ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેમ કથાકારશ્રીએ ઉમેર્યુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *