સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નું ભવ્ય આયોજન 

Views: 62
0 0

Read Time:5 Minute, 23 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2023 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 8 માં વર્ષે થવા જઈ  રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર  મુલાકાતીઓ મુલાકાત લેશે. પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે.

એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં વિદેશ ના દેશો જેમકે ઘાના , સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેમ્બિયા, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, સહીત ના અનેક દેશો માંથી 100 થી 150 બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ 5 દિવસ રાજકોટ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે. આ વર્ષે ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન ઓફ મધ્ય પ્રદેશના સભ્યો પણ સ્ટોલ રાખી ને ભાગ લઇ રહ્યા છે. તેમનું એક ડેલિગેશન પણ રાજકોટ શો માં આવશે.

ઇન્ડિયન બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સભ્યો પણ પોતાના સ્ટોલ રાખી ને ગાર્મેન્ટ્સ ની પ્રોડક્ટ ડિસપ્લે  કરશે, અમુક આફ્રિકન દેશો ના પ્રતિનિધિઓ પણ પોતાના દેશ ની પ્રોડક્ટ્સ ડિસપ્લે કરશે. આ શો માં ખાસ ભાગ લેવા બાંગ્લાદેશ એગ્રિકલચર મશીનરી મર્ચન્ટ એસોસિએશન નું 10 લોકો નું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે.

મુખ્ય મહેમાન તરીકે વેનેઝુએલા ના ડિપ્લોમેટ અલફ્રેડો કાલ્ડેરા , ક્યુબા ના ડેપ્યુટી હેડ ઓફ મિશન અબેલ અબાલે , ઝિમ્બાબ્વે ના હાઈ  કમિશ્નર ડો. ચીપારે તથા મલાવી ના હાઈ  કમિશ્નર લિયોનાર્ડ મેન્ગેજી ખાસ ઉપસ્થિતિ રહેશે. આ પ્રદર્શન માં સ્થાનિક 100 થી 125 કંપનીઓ ભાગ લેશે અને જે વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવશે.

તાજેતર માં રાજકોટ ની મુલાકાતે આવેલ ઝિમ્બાબ્વે ના માઇનિંગ મિનિસ્ટર શ્રી કામ્બમુરા દ્વારા લગભગ 10 જેટલી કંપની ની મુલાકાત કરવામાં આવેલ જેમાંથી તેમણે એંજલ ઇન્ડસ્ટ્રીઝ, આટોમાઇઝર, એકવાટૅક વોટર ટેક્નોલોજીસ, પ્યોર ફલૉ, રાજ કુલિંગ ટેક્નોલોજીસ, જ્યોતિ વેન્ટિલેટેર્સ, શક્તિમાન, ઈપીપી કૉમ્પોસાઇટ, ફેસ સિરામિક્સ મોરબી સહીત ની કંપનીઓ પાસે થી ઝિમ્બાબ્વે માટે ની ડિસ્ટ્રીબ્યુટરશિપ આપવા દરખાસ્ત મંગાવેલ છે.

સંસ્થા દ્વારા નિકાસ વેપાર વૃદ્ધિ ના લાભ નાના માં નાના ઉદ્યોગો ને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુબજ ઓછા અથવા નજીવા ખર્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વૃદ્ધિ ની તક એક માત્ર એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા મળી રહી છે .

આ વર્ષે એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડી ની સ્કીમ મુજબ લગભગ વિના મુલ્યે કહી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે. એકમોને ફક્ત સબસીડી મંજુર થાય ત્યાં સુધી સ્ટોલ ની રકમ નું રોકાણ કરવાનું રહેશે.
દેશી મેળો અને વિદેશી વેપાર, સૌરાષ્ટ્ર કચ્છ માં હટાણું કરવા આવશે વિદેશી ગ્રાહકો નો  સિદ્ધાંત  100 ટકા યથાર્થ સાબિત થઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સમગ્ર ટિમ સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકો અને નિકાસકારોને આ એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેવા અને મુલાકાત લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *