ગુજરાત ભૂમિ, ભુજ
વિભાગીય સંશોધન કેન્દ્ર સ.દા. કૃષિ યુનિવર્સિટી કોઠારા મુકામે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કચેરીના નિવૃત્ત થનાર ખેત મજુર બેન સકીનાબેન .કે .મેમણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ કેન્દ્ર ખાતે કચ્છ જિલ્લામાં લુપ્તપ્રાય થઈ રહેલી અલ્પ વપરાશી શુષ્ક વિસ્તારના ઉપેક્ષિત ફળઝાડ કોઠાના ફળની ચટણી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. ચટણીના નમુનાની ચકાસણી માટે ‘સેવા’ સંસ્થાના પ્રતિનિધિ શીતલબા સોઢા, હીનાબેન જોશી, જાદુગર દિપકવન એલ.ગોસ્વામી, ફાતમાબેન મંધરા, રશીદાબેન બકાલી, જશોદાબેન જોગી અને અવનીબેન ગોસ્વામીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
સ્પર્ધાના અંતે પ્રથમ વિજેતા સ્પર્ધક અલીમહંમદ એમ, દ્વિતીય વિજેતા ઇસ્માઇલ એમ.બકાલી તેમજ તૃતીય વિજેતા તરીકે બે સ્પર્ધકો ભરતસિંહ આર. જાડેજા, તથા મરીયમબેન પીંજારાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રના વડા ડો. ડી.જી.પટેલ દ્વારા કોઠા(Wood apple) ફળઝાડ ઉછેર, માવજત, ઔષધીય ઉપયોગ અને તેના મૂલ્ય વર્ધન વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સહુએ કોઠાના ભજીયા તથા મિક્સ ભજીયા સાથે બનાવવામાં આવેલી ચટણીનો ઉપયોગ કરી આસ્વાદ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં ખેતી અધિકારી નીલેશભાઈ પારગી દ્વારા સૌને આવકાર આપવામાં આવ્યો હતો, કાર્યક્રમનું સંચાલન અઝરહુસેન સોઢાએ કર્યું હતું.
સોહિલભાઈ બાદીએ સ્કોરર તરીકે કામગીરી સંભાળેલી હતી. આભારવિધી પ્રતીક ભાખર દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે, જવાભાઈ સોલંકી, હેમુભા જાડેજા, શહેઝાદ બકાલી, જુસબ બકાલી વગેરેએ જહેમત ઉઠાવી હતી.