ગુજરાત ભૂમિ, ભાવનગર
મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક દંપતિ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીનું મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાઘનગર ખાતે તાલુકાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
ઇનોવેટીવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શિતલબેન ભટ્ટી મોન્ટેસરી શિક્ષણ અને ગિજુભાઈ બધેકાના શ્રેષ્ઠતમ વિચારોને વર્તમાન સમય સાથે અનુબંધ કરીને રમકડાં દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. તેઓ બે વર્ષથી જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાના શિક્ષણના નાવિન્યપૂર્ણ પ્રયોગો પ્રદર્શિત કરે છે.
રમેશભાઈ બારડ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે અને બેન શિતલબેન ભટ્ટી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે. પોતાના જીવન મૂલ્યો સાથે બાળકોને સમર્પિત કામગીરી માટે રાજ્યકક્ષાનો “અતુલ્ય વારસો” એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.