ગુજરાત ભૂમિ, સોમનાથ
પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સોમનાથ તીર્થ જે હરિ-હર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થાનમાં માતા ચંદ્રભાગા શક્તિપીઠ આવેલું છે. આ સ્થાનમાં શિવ-શક્તિ ની આરાધના પુણ્યકારી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર સમીપ આવેલ પૌરાણીક વાઘેશ્વરી માતાજી મંદિર ના સાનિધ્યે શ્રી મદ્ દેવિ ભાગવત કથા ડો.કૃણાલભાઈ જોષીના વ્યાસાસને ચાલી રહેલ છે, આજરોજ કથા પ્રસંગમાં શ્રી ભુવનેશ્વરી માતાજી નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો.
પુષ્પપાંખડી થી માતા નુ સ્વાગત થયેલ, બહેનોએ રાસ-ગરબા સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને સમગ્ર પ્રભાસની ભૂમિમાં હર્ષોઉલ્લાસ સાથે જય અંબે નો નાદ ગુંજી ઉઠ્યો હતો. ડો.કૃણાલભાઈ જોષીની કથા ના અંશ. પરિક્ષિત વૃતાંતમાં કશ્યપ ઋષિ જે જગદંબા ના ઉપાસક હતા, તક્ષક નાગ સાથે તેઓની જ્યારે મુલાકાત થાય છે, તક્ષક પોતાના વિષ થી જ્યારે વૃક્ષને ભસ્મીભૂત કરે છે, અને દૈવી કૃપાથી જ્યારે વૃક્ષને કશ્યપ ઋષિ સજીવન કરે છે. તક્ષક ઋષિ ની ક્ષમા માંગે છે. દૈવી ભાગવત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તો ને ભક્તિ તરબોળ કરેલ, અને અંતમાં માતા ભુવનેશ્વરી ની આરતી સાથે તૃતિય દિવસની કથા વિરામ પામેલ હતી.