ગુજરાત ભૂમિ,, પંચમહાલ
ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. ૨૪/૦૧/૨૩ ને મંગળવારના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના વંદેલી ખાતે તેમજ ગોધરા તાલુકાના મોટીકાંટડી ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબીર યોજાઈ હતી. આ કાર્યક્રમ જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ,આત્મા કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ પ્રસંગે વિષય નિષ્ણાંત તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી ડૉ. રાજકુમાર તથા ડૉ. જયપાલસિંહ જાદવે કૃષીમાં વૈજ્ઞાનિક બાબતોની માહિતી ખેડૂતોને પૂરી પાડી હતી. આ સાથે વિવિધ અધિકારી કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.