અંતર્ગત કિશોરી મેળો યોજાયો
ગુજરાત ભુમિ ન્યુઝ, ભુજ
નખત્રાણા તાલુકામાં તા.૦૪/૦૧/૨૦૨૩ના રોજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને નખત્રાણા સી.ડી.પી.ઓ.શ્રી આર.ડી.ચૌધરીના આયોજન હેઠળ કચેરીના સ્ટાફ દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો નખત્રાણા ઘટક કચેરીએ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નયનાબેન પટેલ, તાલુકા શિક્ષણ શાખાના શ્રી શ્રવણભાઈ ભાવાણી, તાલુકા કોર્ટના એડવોકેટ નિકેશ મોહનભાઈ ઠક્કર, તાલુકા કાનૂની સેવાસદન, નખત્રાણા પોલીસ સ્ટાફ, અભયમ ટીમ, આઈ.ટી.આઈ, તાલુકા હેલ્થ ઓફિસના શ્રી અલ્પાબેન, નારી અદાલતના શ્રી સુમરા હિનાબેન વગેરેએ હાજર રહી કિશોરીઓને બાળ લગ્ન, પોસ્કો એક્ટ, સલામતી અને સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ઉદ્યોગ અને તાલીમ, કાયદો અને વ્યવસ્થા, બેટી પઢાવો અને બેટી બચાવો, એસ.એ.જી. પૂર્ણા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કિશોરી મેળા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી, મંહેદી સ્પર્ધા, વાનગી સ્પર્ધા, ભરત ગુંથણ, ચિત્રકલા વેસ્ટમાંથી બેસ્ટ, પ્રાઈડ વોક અને ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવી…