Read Time:46 Second
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન વિશેષ. સેવા સંકલ્પ અભિયાન ના ભાગરૂપે સેવા મેરા યોગદાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ઉના ખાતે વૃધ્ધ કલ્યાણ સંસ્થા આશ્રય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ કીટ તથા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં મામલતદાર ઉના, જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી તેમજ ધારાસભ્યના કાર્યાલયમાંથી પ્રતિનિધિ સહિત અગ્રણીઓ જોડાયા હતાં.
