ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર-સોમનાથ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે કે, અરજદાર પાર્વતીબેન મનસુખભાઇ કોહ્યાભાઇ દસમા રહે.લીમખેડી નીશાળ ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ હાલ રહે.ગડા તા.સંતરામપુર નાઓની દિકરી પ્રિયંકાબેન ઉ.વ.૧૪ નાનીને આ કામનો આરોપી પંકજભાઇ કોહ્યાભાઇ ડામોર રહે, ગડા શેરો ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર લગ્ન કરવાના ઇરાદે લલચાવી પટાવી ફોસલાવી ને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબત ના કામે હાલ સુધી ભોગ બનનાર તથા આરોપી હાલ સુધી મળી આવેલ ન હોય જેથી અરજદાર નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે આ બન્ને ગુમ થનાર વિશે કોઈને માહીતી મળેતો એમ. વી. ભગોરા એસ.ઓ.જી શાખા મહીસાગર પોલીસ ઇન્સ્પેક્ટર મો.ન.9998969966 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી.સિસોદીયા એસ.ઓ.જી શાખા મહીસાગર મો.નં.૮૩૨૦૬૬૫૦૦૯ મહીસાગર જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર:02674-250128,,250129ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
વિગતો અનુસાર ગુમ થયેલ પ્રિયંકાબેન મનસુખભાઇ કોહ્યાભાઇ દસમા રહે.લીમખેડી નીશાળ ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ હાલ રહે.ગડા તા.સંતરામપુર ઉ.વ.૧૪ નાની શરીરે પાતળાબાંધાની રંગે ઘઉંવર્ણ શરીરે જે.એચ.મહેતા હાઇસ્કુલ સંતરામપુર સ્કુલ યુનીફોર્મ પહેરેલ છે. જે ગુજરાતી ભાષા જાણે છે અને ઘરેથી સ્કુલે જાવ છું તેમ કહી જતી રહેલ છે. ઉપરોક્ત સદર ગુન્હાના કામનો આરોપી પંકજભાઇ કોહ્યાભાઇ ડામોર રહે.ગડા શેરો ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર નાઓ સાથે સને-૨૦૧૯ માં પ્રેમ સબંધ થઇ જતા જતી રહેલ હોય અને સંતરામપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો તા.૨૬/૦૯ા૨૦૧૯ ના રોજ કલાક ૧૭/૧૫ વાગ્યે દાખલ થયેલ છે. સામાવાળા શકમંદ વ્યક્તિનુ વર્ણન આરોપી શકમંદ પંકજભાઇ કોહ્યાભાઇ ડામોર રહે.ગડા શેરો ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર ગુજરાતનો શરીરે મધ્યમબાંધાનો રંગે ઘઉંવર્ણનો જેનો ચહેરો લંબગોળ છે જેને શરીરે પેન્ટ સર્ટ કપડા પહેરેલ છે જે ગુજરાતી ભાષા જાણે છે તેઓ અભણ છે અને મજુરી અર્થે સંતરામપુર જાવ છુ. તેમ કહી ગયેલ છે તેની તપાસ કરતા હાલ સુધી મળી આવેલ નથી
આ બંન્ને ગુમ થનાર બાબતે કોઈ માહિતી મળ્યેથી એમ. વી. ભગોરા એસ.ઓ.જી શાખા મહીસાગર પોલીસ ઇન્સ્પેક્ટર મો.ન .9998969966 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી.સિસોદીયા એસ.ઓ.જી શાખા મહીસાગરમો.નં.૮૩૨૦૬૬૫૦૦૯મહીસાગર જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર:02674-250128, 250129 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.