Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ,
VGRC પહેલાં દેવભૂમિ દ્વારકામાં જિલ્લાસ્તરીય કાર્યક્રમ અંતર્ગત ₹7 હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે વિવિધ ક્ષેત્રોમાં 23 જેટલા MoU કરાયા; પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસના લક્ષ્ય થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો માધ્યમ બનશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લામાં પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે; VGRC પહેલાં કરવામાં આવેલ આ પ્રસ્તાવિત રોકાણ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિહ્ન સાબિત થશે.
