Read Time:56 Second
ગુજરાત ભૂમિ, ગાંધીનગર
આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા વેરહાઉસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ હાજર સામગ્રીના સંગ્રહ અને સંચાલન બાબતે સ્થળ પર રૂબરૂ તપાસ કરી વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન તમામ કામગીરી નિર્ધારિત માર્ગદર્શિકા અને નિયમો અનુસાર અમલમાં આવી રહી છે કે નહીં તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
