ગુજરાત ભૂમિ, જૂનાગઢ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા પૂર્વે જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ વહેલી સવારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.આ પ્રસંગે બેન્ડની સુરાવલીથી વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
આ વેળાએ સરદાર ચોક ખાતે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારી- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
