Read Time:1 Minute, 4 Second
ગુજરાત ભૂમિ, ઉમરગામ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના સરઈ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામથી એકતાનગર સુધીની જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
