જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ

જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ
Views: 10
0 0

Read Time:1 Minute, 27 Second

ગુજરાત ભૂમિ, જામનગર

    ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.

જે પૈકી તા.૧ થી તા.૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે.   આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમપીશાહ કોમર્સ કોલેજ ખાતે ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર માટે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલ BLO તાલીમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ તાલીમમાં જામનગર જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ, મામલતદાર તથા લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *