Read Time:1 Minute, 20 Second
ગુજરાત ભૂમિ, ગાંધીનગર
🔹 મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે; 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર દર્શન પૂજન માટે જશે…
🔹 સવારે 8:00 કલાકે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે નાગરિકો પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે; 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે…
🔹 મુખ્યમંત્રી સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે; તે પહેલા સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિર દર્શનાર્થે પણ જશે…
🔹 બપોરે 11:45 કલાકે શાહીબાગ ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે…
