ગુજરાત ભૂમિ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. કલેકટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રશ્નો સહિત જરૂરી વિગતો પીપીટી દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ સાથે અન્ય વિભાગની મિટિંગો પણ યોજવામાં આવી હતી. જેમાં જે તે સંબંધિત વિભાગીય અધિકારીઓએ પોતાના વિભાગ તરફથી કરવામાં આવેલ કામગીરીની માહિતી રજૂ કરી હતી. ઈ કેવાયસી કામગીરી, વાજબી ભાવની દુકાનો સહિત આવનાર સમયમાં યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બાકી રહેલ કામો ને સમયસર પૂર્ણ કરવા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાર પદયાત્રા માટેના આયોજન માટે કલેકટરએ માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ સહિત પ્રાંત અધિકારીઓ તેમજ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
