Read Time:1 Minute, 20 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.
પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ, ડોગ સ્ક્વોડ તેમજ અશ્વસવાર જવાનો સહિત પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અશ્વદોડ, જવાનોના વિવિધ કરતબો સહિતની પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની અવનવી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની હોવાથી બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.