Views: 57
0 0

Read Time:1 Minute, 51 Second

ગુજરાત ભૂમિ, બોટાદ

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે.તેમજ નદી વિસ્તારમાંથી પ્લાસ્ટિક દુર કરવાની સાથે જાહેર માર્ગો પર આવેલ ડિવાઇડરો પાણીથી સાફ કરવામાં આવી રહયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરીની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો દ્વારા સફાઇની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા હડદડ રોડ પરની સફાઇ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ, સર્કિટ હાઉસ પાસેની સફાઇ કરવાની સાથે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફીસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીંટરીગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ હાલમાં બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરઓ નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઇસમોને પકડી કાર્યવાહી કરી રહ્યાં છે. તેમ, નગરપાલિકાના ચીફ ઓફિસર,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *