ગુજરાત ભૂમિ, બોટાદ
સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ માટે તા.૧૮/૦૮/૨૦૨૫થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) ખુલ્લુ મુકવામાં આવશે.
જેમાં ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ-ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ-ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય, કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) ક્રોપ કવર/ બેગ(કેળ/ પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ)), કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, નાની નર્સરી (૦.૪૦ થી ૧ હે.), ફાર્મ ગેટ પેક હાઉસ પેક હાઉસ- મુવેબલ હેન્ડલિંગ ટ્રોલી, સોર્ટીંગ ટેબલ, અને ફાર્મ ગેટ સ્ટેન્ડઅલોન કોલ્ડ સ્ટોરેજ સાથે, પ્રી-કુલિંગ યુનિટ, મોબાઇલ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ રૂમ (સ્ટેગીગ), નોન પ્રેસરાઇઝડ રાઇપનીંગ ચેમ્બર CS-3, ઔષધીય પાક, સોલાર ક્રોપ ડ્રાયર (24 કલાકના બ્રેકઅપ સાથે), મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ, રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના અંગેનો કાર્યક્રમ વગેરે જેવા ઘટકો માટે લાભ લેવા માટે ખેડૂતો તા.૧૮/૦૮/૨૦૨૫થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) પર અરજી કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબ્મિટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. A/S/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદના સરનામે રજુ કરવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
