સારા ન્યુઝ, ભાવનગર
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં રમતગમતના વિકાસ માટે શાળા કક્ષાએથી રમતનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવા ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં “ઇન-સ્કૂલ” યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યવાન્તિ કરવામાં આવેલ છે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર ખાતે તારીખ ૧૧ અને ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ ઈન સ્કૂલ ટ્રેનર ડી.એલ.એસ.એસ. કોચીસ અને ટ્રેનર તથા ખેલો ઇન્ડિયા કોચીસની અપ સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર અને કોચીસને વિવિધ રમતોનું અપડેશન સાથે આવનાર સ્પર્ધાઓનું પ્લાનિંગ તથા અપડેટેડ નીતિનિયમોની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમથી કોચિઝ તેમજ ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓ રમત ગમત પ્રત્યે જાગૃત થાય અને ભાવનગરના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ થતી સ્પર્ધાઓમાં ભાગ લે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનીંગ કોચ સુમિત મકવાણા તથા ટેબલ ટેનીસ રમતના કોચ સુદર્શન મેસરે સ્વિમિંગ રમતના કોચ વત્સલ વાઘેલા તથા લોન ટેનિસ રમતના કોચ હિરવા લીમ્બાચીયા દ્વારા વિવિધ રમતોનું અપડેશન લાવવા માટે થીયરી તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા પોતાની આગવી માહિતી તેમજ જાણકારી દ્વારા ટ્રેનરને આગળ વધવા માટે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલ ચૌધરી તેમજ પ્રોજેકટ મેનેજર કિન્ડર સ્પોર્ટ્સના વિવેક કોતવાલ સાથે ભાવનગર ટીમ મેનેજર શૈલેષ ગોહિલ તેમજ રત્નદીપસિંહ જાડેજા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
