ગુજરાત ભૂમિ, જામનગર
તારીખ 4 ઓગસ્ટ, 2025 ના રોજ, નારી વંદન સપ્તાહના ભાગ રૂપે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માર્ગદર્શન અપાયું હતું. શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ મહિલા સ્વાવલંબન વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી. LIC બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડે કેન્દ્ર સરકારની વીમા સખી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી, અને SBIના ડાયરેક્ટર મેનેજર વિજયસિંહે મહિલાઓ માટે બેંક લોન અને તાલીમ અંગેની વિગતો જણાવી હતી. આ ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી વિવિધ સ્વાવલંબન યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ મેળામાં નોકરી શોધી રહેલી મહિલાઓ માટે ઇન્ટરવ્યુ અને માર્ગદર્શન સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે, વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલી મહિલાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેથી અન્ય મહિલાઓ પણ પ્રેરણા લઈ શકે. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, રોજગાર કચેરીના કાઉન્સેલર ધ્રુવરાજસિંહ, LIC બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડ, SBI ધુંવાવના RCT ડાયરેક્ટર મેનેજર વિજયસિંહ, તથા DHEW, OSC, PBSC અને VMK ના કર્મચારીગણ હાજર રહ્યા હતા.
