ગુજરાત ભૂમિ, સુરેન્દ્રનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત ૦૬ માસની દીકરીને સલામતી અને હૂંફનું નવું સરનામું પ્રાપ્ત થયુંબાળકના પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર અન્વયે થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના હસ્તે કલેકટર કચેરી ખાતે જુવેનાઈલ જસ્ટિસ એકટ અને એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ મુજબ નિયમોનુસાર ચેન્નઈના દંપતી એવા શ્રીમતી જયાપ્રિયા તથા શરથકુમારને દત્તકવિધાન સાથે સોંપવામાં આવીકલેકટરના હસ્તે માતા-પિતાને જયારે બાળક સોંપવામાં આવ્યું ત્યારે વાલી ખુબ જ લાગણીવશ થયાં હતા. તેઓ માટે જાણે તેમનો પરિવાર સંપૂર્ણ થયો હોય તેવો અનુભવ થયો હતો. બાળકને માતા-પિતાનો સાથ મળતા લાગણીસભર માહોલ સર્જાયો હતો.સરકારના એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ જિલ્લા કક્ષાએ દત્તક અધિગ્રહણનાં કેસો ચલાવવા માટેની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે.
ભારત સરકારની વેબસાઈટ www.cara.wcd.in ઉપર સમગ્ર ભારતના દત્તક લેવા ઈચ્છતા પરિવાર બાળક દત્તક લેવા નોંધણી કરાવી શકે છે.
